અંજારની ચકચારી કે.જી.માણેક સ્કુલ ફરી વિવાદમાં

અમે જિલ્લાના શિક્ષણતંત્ર મારફતે શિક્ષણ સચીવ કક્ષાએ પરીક્ષા ૧૪મીથી શરૂ કરવાની જાણકરી દીધી છે, જા કે અમને લેખિતમાં આવીરીતે પરીક્ષા લેવાની કોઈ જ મંજુરી મળેલ નથી. : શિલ્પાબેન ભટ્ટ(ડાયરેકટર કે.જી.માણેક સ્કુલ) : કચ્છની કોઈ પણ શાળા સ્વચ્છાએ વહેલી પરીક્ષા યોજતી હોવાનુ મારા ધ્યાને નથી, જરૂરથી તપાસ કરાવીશ? શ્રી ઝરઘેલા  (જીલ્લા શિક્ષણાધીકારી) : પ્રતિક્રીયાઓનો પરસ્પર વિરોધાભાસ જ શિક્ષણતંત્ર-સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં ચાલતા લોલમલોલને ખુલ્લા પાડવા માટે કહી શકાય પુરતો

 

 

આ.ને.સ્કુલની હિટલરશાહી નહી તો શું કહેવુ?
બોર્ડના પરીક્ષાર્થીઓ તનાવમાં : તડકામાં કલાકો ઉભા રખાતા તબિયત લથડી : શાળાના ડાયરેટકરે ફોન જ ઉપાડવાની તસ્દી ન લીધી? વાલીઓમાં ફેલાયો આક્રોશ

ગાંધીધામ :આજ રોજ સરકારના પરીપત્રનાવિરોધમાં વહેલી પરીક્ષા યોજી રહેલી કે.જી.માણેક સ્કુલના હિટલરશા ભર્યા નિર્ણયનો ભોગ છાત્રોને બનવાનો વારો આવ્યો હોવાનો વધુ એક વરવો કિસ્સો સામે આવી રહ્યો છે. આજ રોજ પરીક્ષાનો સમય ૧ર વાગ્યાનો નિર્ધારીત કરાયો છે. જેના માટે પરીક્ષાર્થીઓને પીકઅપ માટે જતી સ્કુલની બસ ૧૦ઃ૪પ વિવિધ મુકામે પહોંચી અને ૧૧ઃ૩૦ રીપોર્ટીંગ ટાઈમ પરીક્ષાઓને શાળાએ લાવવાનુ જણાવાયુ હતુ. પરંતુ અહી શાળાની બસ જ ૧૧ઃ૩૦ તો સ્કુલેથી બાળકોને લેવા માટે નીકળી હોવાનું વાલીઓ દ્વારા રોષપુર્વક જણાવાયુ હતુ. તો વળી બીજીતરફ કલાકથી બસની રાહ ગરમી-બફારા અને તડકામાં ઉભા રહેનારા બોર્ડના શાળાના પરીક્ષાર્થીઓ પણ તનાવમાં આવી ગયા હતા અને કેટલાક બાળકોને હોસ્પીટલમાં બેભાન અવસ્થામાં ખસેડવાની ફરજ પડી હોવાનુ પણ વાલીએ ફોન પર જણાવ્યુ હતુ. વાલીએ તો એમ પણ કહ્યુ કે શાળાના ડાયરેકટર શિલ્પાબેનને ફોન કરતા તેઓએ ફોન ઉપાડવાની પણ તસ્દી શુદ્ધા ન હોતી લીધ. કલાક બાદફોન ઉપાડયો તો પ્રતિક્રીયા અપાઈ કે હું મીટીંગમાં હતી. વાલીઓએ કે.જી.માણેકના મેનેજમેન્ટ સામે આજ રોજ પરીક્ષા અને બસોના લીધે ભારે રોષ સાથે બળાપો ઠાલવ્યો છે.

 

 

સ્કુલવર્ધી છકડો અકસ્માત-બાળકનુ મોત.યાદ.છે…ને..!

વાલીઓ જાગૃત બને : નહી તો આ સંસ્થા ફાટીને ફુલેકે ચડશે
ગાંધીધામ : અંજારની કે.જી.માણેક સ્કુલને વિવાદથી અલાયદો જ નાતો રહ્યો છે. આ શાળા તઘલખી,મનસ્વી, નિર્ણયોન લીધે સદાય વિવાદોમાં જ ઘેરાયેલી રહેતી હોય છે. હાલમાં પણ છાત્રોને માટે તો સુડી વચ્ચે સોપારીની અવદશા થઈ છે. એકાએક જ પરીક્ષા વહેલ લેવાનો નીર્ણય શાળાએ કરી લીધો છે ત્યારે બોર્ડના પરીક્ષાર્થીઓ તો છોકરઓ શું કરી શકશે? હકીકતમાં આ શાળાની સામે વાલીઓએ જ લાલઘુમ થવુ પડશે? મોરચો માંડવો પડશે? તો જ તેની શાન ઠેકાણે આવશે? હાલમાં જ આ શાળાના સ્કુલવર્ધી છકડાના અકસ્માત અને તેમાં એકના મોતની ઘટના વખતે પણ શાળાના વહીવટી સંચાલનને ખુબ વખોડવામા આવ્યુ હતુ. વાલીઓ આ બધુ ઝડપથી વિસરી જાય છે કે કેમ? બાળકોના ભાવીને જાખમતા નિર્ણયો તો જરા સહેજ પણ ન સાંખી લેવાય?

 

 

 

ટ્રસ્ટી બોર્ડ સામે જ કેમ ન થાય ફોજદારી?

મુકેશ‘માસા’ હોય કે પછી અન્ય કોઈ ટ્રસ્ટી..સંસ્થાના નામે નાણા ઉઘરાણામાં સદાય અગ્રેસર રહે છે..આવી સમસ્યા ટાંકણે કેમ બની જાય છે મુકપ્રેક્ષક

ગાંધીધામ : અંજારની કે.જી.માણેક સ્કુલમાં એક પછી એક મોટા વિવાદો સ્વરૂપ સામે આવવા પામી જાય છે. હાલમાં પણ પરીક્ષાને લઈ અને આ શાળા વિવાદમાં છે. આખુ કચ્છ અલગથી સરકારકારના આદેશને અનુસરીને પરીક્ષાઓ લેશેજયારે કે.જી.માણેક આજે મનસ્વી અને સ્વચ્છંદી રીતે પરીક્ષા યોજી રહી છે. બાળકો અવદશા થવા પામી રહી છે. તેવામાં શાળાના સંચાલકો કે ટ્રસ્ટીઓ કેમ ચૂપ બેઠા છે. સંસ્થાના નામે નાણા ઉઘરાવવાની વાત હોય ત્યારે મુકેશ માસા હોય કે અન્ય કોઈ હમેશા અગ્રેસર થેલાઓ લઈને દોડતા નજરે પડતા હોય છે. શાળામાં બાળકોને થતી સમસ્યાઓ ટાંકણે કેમ મોઢું સીવીને બેઠા છે?

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજારમાં શિક્ષણના નામે વિવાદીત સંસ્થાજેનુ બીજુ નામ બની ગયુ છે તેવી ચકચારી કે.જી.માણેક સ્કુલ ફરીથી વધુ એક વખત વિવાદનો મધપુડો છંછેડી રહી હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે. શિક્ષણનુ કેટલી હદે વ્યાપારીકરણ જ થવા પામી ગયુ છે તેનો પણ વરવો દાખલો આ સાથે જ સામે આવી રહ્યો છે.
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના હિતાર્થે અનેકવિધ રાહતરૂપ નિર્ણયો લઈ રહી છે અને હાલમાં પણ અતિવૃષ્ટીના લીધે અભ્યાસક્રમને અસર થવા પામી હોવાથી બાળકોની બોર્ડની પરીક્ષાઓ પાછળ  ઠેલવાનો સત્તાવાર આદેશ અને પરીપત્ર કરવામા આવ્યો હતો જેના જીવન કારકીર્દીમાં મહત્વપૂર્ણ એવા બોર્ડની પરીક્ષાઓમાં અભ્યાસનો વધુ સમય મળ્યાનો હાશકારો છાત્રોએ અનુભવ્યો હતો. પરંતુ અંજારની વિવાદીત એવી કે.જી.માણેક સ્કુલ દ્વારાસરકારના આ આદેશના ધજાગરા જ ઉડાવવામા અવ્યા હોય તેવી રીતે એકતરફી નિર્ણય લઈ અને બોર્ડની પરીક્ષાઓ આજથી તા.૧૪મીથી શરૂ કરવામા આવતા કેટલાક છાત્રોમાં આતંરીક રીતે નારાજગી અને હતાશા સાથે ભારે રોષ ભભુકી ઉઠયો છે.
અતીવૃષ્ટીના લીધે બાકી રહેલા અભ્યાસક્રમને ધ્યાને લઈઅને ધો.૧૦-૧રની પરીક્ષાઓ ત્રીજી ઓકટો.થી યોજવાના સરકારી પરીપત્રના લીરેલીરા ઉડાડાયાછે. રાજય સહીત કચ્છભરની શાળાઓ આગામી ૩જીથી યોજશે પરીક્ષા..જયારે કે.જી.માણેક ધરાર આજથી પરીક્ષા યોજી બાળકોને અવઢવભરી અસમંજસતામાં મુકી દીધા છે. આ બાબતે કે.જી.માણેક સ્કુલના ડાયરેકટર શિલ્પાબેન ભટ્ટને પુછતા તેઓએ અને મેનેજમેન્ટ દ્વારા જાણે કે એક જ તરફી નિર્ણય ઓપચારીક વીધી પૂર્ણ કરી અને લઈ જ લીધો હોય તેવી રીતે કહ્યુ હતુ કે, અમે જિલ્લાના શિક્ષણતંત્ર મારફતે શિક્ષણ સચીવ કક્ષાએ પરીક્ષા ૧૪મીથી શરૂ કરવાની જાણકરી દીધી છે, જા કે અમને લેખિતમાં આવીરીતે પરીક્ષા લેવાની કોઈ જ મંજુરી મળેલ નથી..પરંતુ પરીક્ષા તો ૧૪મીથી જ લેવાશે. તો વળી બીજીતરફ જિલ્લા શિક્ષણાધીકારી શ્રી બી.આર. ઝરઘેલાને પુછતા તેઓએ અલગ જ પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે, કચ્છની કોઈ પણ શાળા સ્વચ્છાએ વહેલી પરીક્ષા યોજતી હોવાનુ મારા ધ્યાને નથી, જરૂરથી તપાસ કરાવીશ? પ્રતિક્રીયાઓનો પરસ્પર વિરોધાભાસ જ શિક્ષણતંત્ર-સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં ચાલતા લોલમલોલને ખુલ્લા પાડવા માટે પુરતો જ કહી શકાય તેમ છે.
જાણકારોમાં તો એવી વાત બહાર આવી રહી છે કે, શીક્ષણનું વ્યાપારીકકરણ નથી તો બીજું શું કહેવાય? શાળાના કેલેન્ડર તથા સંસ્થાના સમારોહની આગોતરી ઉજવણીની તૈયારીઓ કરી લેવાઈ હાવેથી બાળકોને પરીક્ષા રાબેતા મુજબ જ આપવાની પડાઈ રહી છે ફરજ. આવી સંસ્થાઓ જ શિક્ષણતંત્રને શંકાથી જાવાનુ શીખવે છે. શાળા-વિદ્યાર્થીઓના હીત ખાતર નિર્ણયો લેતી હોય તેના કરતા વિદ્યાર્થીઓને શાળાના આગોતરા તાયફા-આયોજનો પાછળ સમાયોજન કેળવવાની ફરજા પડતી હોવાનુચિત્ર હાલમાં કે.જી.માણેકના તઘલખી નિર્ણયથી ઉપસતુ જાવા મળી રહ્યુ છે તેમ પણ જાણકારો કહી રહ્યા છે.