અંજારની કે.જી.માણેક સ્કૂલ ફરી વિવાદમાં : બસમાં ઘેટા-બકરાની જેમ ભુલકાંઓને સફર

સ્કૂલ બસના નીતિ-નિયમોને ધોઈને પી-જતી અંજારની શાળાને લઈને ફરીથી વાલીઓ સહિતનાઓમાં ફેલાતો આંતરીક રોષ : બેઠકો પુરતા જ બાળકો બેસાડી શકાય, પાસીંગ હોય તેટલા બાળકોને વહન કરવું, ડ્રાયવરની સાથે એક આસીટન્ટ પણ હોવો ઘટે.. સહિતના અનેકવીધ નિયમોના ખુલ્લેઆમ ધજાગરા : મોંઘીદાટ ટ્રાન્સફર ફી વસુલતી શાળાના કોણ આમળશે કાન?

 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આરટીઓ તંત્ર, ટ્રાફીક પોલીસ વિભાગ અને ખુદ બાળકોના વાલીઓ આળસ મરડે અને શાળાના વ્યવસ્થાપકો પર હલ્લાબોલ કરે તે જ સમયનો તકાજો : કયારે કોઈ ગંભીર ઘટના બનશે તો આવી બસોમાં ઠાંસી-ઠાંસીને બાળકોને ભરી, નફાખોરી માત્રને ધ્યાને લેતી શાળાઓ તો હાથ કરી લેશે ઉંચા..ગુમાવવાનો વારો તો વાલીઓને જ આવશે…!

 

પૂર્વ કચ્છ RTOવી.આર.ચૌધરીએ સ્કૂલ બસના નામે અંજારમાં ચાલતા ટેક્ષચોરીના કારનામા પર ધોંસ બોલાવી છે તેવી જ તવાઈ આ શાળા પર બોલાવી જરૂરી

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજારમાં સમયાંતરે સતત વિવાદમાં આવતી રહેતી કે.જી.માણેક સ્કુલ વધુ એક વખતે વિવાદનો મધપુડો છંછેડી રહી હોય તેવો આતંરીક રોષ સામે આવવા પામી રહ્યો છે. વેકેશન બાદ તાજેતમાંજ શરૂ થયેલી સ્કુલોની સાથે જ પ્રથમ જ દિવસે આ શાળાના વહીવટનો ગંભીર કહી શકાય તેવો ભગો સામે આવવા પામી ગયો છે. શાળામાં દોડાવતી ટ્રાન્સપોર્ટની બસોમાં કેવા કેવા પ્રકારની લોલમલોલ અને લાલીયાવાડી રાખવામા આવી રહી છે તેનો ચિત્તાર ફરીયાદરૂપે ઉભો થતો જોવામા આવી ગયો છે.
અંજારની કે.જી.માણેક સ્કુલમાં બાળકોને માટે ઉપયોગમાં લેવતાી ટ્રાન્સપોર્ટની બસમાં બાળકોને ઘેટા બકરાની જેમ ઠોંસીઠોંસીને ભરવામા આવતા હોય તેવી ગંભીર ફરીયાદ ઉઠવા પામી રહી છે. સ્કુલ બસના નીતી-નિયમોને ધોઈને પી-જતી અંજારની શાળાને લઈને ફરીથી વાલીઓ સહિતનાઓમાં આંતરીક રોષ ફેલાઈ રહ્યો છે. બેઠકો પુરતા જ બાળકો બેસાડી શકાય, પાસીંગ હોય તેટલા બાળકોને વહન કરવુ, ડ્રાયવરની સાથે એક આસીટન્ટ પણ હોવો ઘટે સહિતના અનેકવીધ નિયમોના ખુલ્લેઆમ ધજાગરા આ સ્કુલની બસમાં નહી આદરવામ આવતા હોય તેની શું ખાત્રી? આવી રીતે બાળકોને ઢોર-બકરાની જેમ ભરીને વહનકરનારી તથા મોંઘીદાટ ટ્રાન્સફર ફી વસુલતી શાળાના કોન આમળશે કાન?
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, આરટીઓતંત્ર, ટ્રાફીક પોલીસ વિભાગ, અને ખુદ બાળકોના વાલીઓ આળશ મરડે અને શાળાના વ્યવસ્થજાપકો પર હલ્લાબોલ કરે તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે. કયારે કોઈ ગંભીર ઘટના બનશે તો આવી બસોમાં ઠાંસીઠાંસીને ભરીને નફાખોરી માત્રને ધ્યાને લેતી શાળાઓ તો હાથ કરી લેશે ઉંચા..ગુમાવવાનો વારો તો વાલીઓને જ આવશે…! વિવિધ સરકારી તંત્રો પણ કોઈ મોટી ઘટના બની જાય અને લોકોનો રોષ તંત્રની સામે ફાટી નીકળે તે પહેલા આવી ચમરબંધી શાળાને કાયદાનું ભાન કરાવે તે જ જરૂરી બની જવા પામી રહ્યુ છે.