અંજારના સવાસર તોરલ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

અંજારઃ ઐતિહાસીક અંજાર મધ્યે આવેલ સવાસર સરોવરની હાલત અતિ ખરાબ છે તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે રાજાશાહી વખતથી મળેલ આ સવાસર સરોવરની જાળવણી માટે અંજાર નગરપાલીકા સદંતર નિષ્ફળ રહેલ છે માત્ર વીકાસ વીકાસના નામે બુમરાડ પોકારી રહી છે થોડા વર્ષો અગાઉ ૮૩ લાખ રૂપીયા ખર્ચ્યા હતા પરંતુ સ્થળ ઉપર જાતા ૮ લાખનું કામ નજરે નથી ચડતું આવું રમણીય સરોવર અંજારની જનતાને મલ્યું છે પણ પાયાની એક પણ સુવિધા જાવા મળતી નથી, તળાવને ફરતે લાઈટની કોઈ વ્યવસ્થા નથી થોડી સિનિયર સીટીઝન માટે બેસવાની ખુરશી લગાવેલ હતી તે પણ ભાંગ ફોડીયા તત્વો દ્વારા તોડી પાડવામાં આવેલ છે આ સરોવરને થોડા વર્ષો અગાઉ સ્વામિનારાયણ સરોવર નામ આપવામાં આવેલ હતું. અને તળાવને વધાવીને મોટે ઉપાડે રાબેત મુજબ ફોટો સેશન કરાવેલ હતું પરંતુ અંજારનગરપાલીકાના ચોપડે કોઈ ઠરાવ પસાર કરવામાં આવેલ નથી માત્ર કોઈપણ તક ને અવસરમાં કેમ બદલવો તેની ફીરાકમાં સતાધીશો ફરતા હોય છે અને કમનસીબની વાત એ કહેવાય કે આટલો સીઝનનો સારો વરસાદ પડયો હોવા છતાં તળાવ ઓગન્યુ નથી તેનું કારણ શોધવામાં રસ નથી જે તળાવના પાણી આવવાના વહેણ હતા તેની જાળવણી કરવામાં આવેલ નથી સાંજે ૦૬ઃ૩૦ પછી તળાવની પાર ઉપર અસામાજીક તત્વો અડિંગો જમાવીને બેઠા હોય છે ખુલ્લેઆમ જુગાર અને દારૂની મહેફીલ જામતી હોય છે રાહદારીને નીકળવું મુશ્કેલ થઈ ગયું છે હમણાં ભાંગફોડીયા તત્વોએ તળાવનો વીકાસ કરવા પ ખુરશી હતી તેને પણ તોડી નાખેલ છે સવારે પોતાની તંદુરસ્તી માટે વોકિંગમાં જતા ભાઈઓ અને બહેનોને દારૂની બોટલના કાચવોકીંગ ટ્રેક ઉપર મુશ્કેલી સર્જી રહ્યા છે પ્રજાની મુશ્કેલીમાં સાથ આપવા પ્રસાસનને કોઈ રસ નથી માત્રને માત્ર વિકાસ વિકાસને નામે ગર્જના કરી રહી છે અંજારના સવાસર તળાવ અને તોરલ તળાવ ગંદકી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે જે બાબતે ઘટતું કરવું જાઈએ.