અંજારના સતાપર ખાતે ગોવર્ધન પર્વતની તળેટીમાં યોજાયો અનોખો નંદ મહોત્સવ

ગાંધીધામ : અંજાર નિજાનંદ સંપ્રદાય દ્વારા શ્રાવણ વદ – ૯ના દિવસે સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી દ્વારા ગોવર્ધન પર્વતની તળેટીમાં અનોખો નંદ મહોત્સવ ઉજવવામાં આવેલ હતો. આ ઉત્સવ આખા ગુજરાતમાં માત્ર સતાપર પાસે આવેલ ગોવર્ધન પર્વતની તળેટીમાં ઉજવવામાં આવલ હતો.
આ ઉત્સવમાં ભાગ લેવા માટે અનેક જગ્યામાંથી રસીકો તેમજ ભાવિકો આવેલ હતા. જેમાં સતાપર રતનાલ, ખેડોઈ, પાંચોટીયા, ઝરપરા, મુંબઈ સહિતના લોકો આવેલ હતા. સવારથી લોકોની ભીડ જોવા મળી હતી. જેમ ગોકુલમાં નંદ ઉત્સવ ઉજવાય છે તે અહી પણ ઉજવવામાં આવેલ હતું.
સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી તેમજ રતનાલ મંદિરના સાધુ ભગવાનદાસજી દ્વારા ભજન કિર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી. તો બપોરના બાર વાગ્યાના સમયે મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. ગોવર્ધન નાથની વિશેષપુજ કરવામાં આવેલ તેમજ નિજાનંદનાથની સોળ પ્રકારની સેવા કરવામાં આવેલ હતી.
આ ધાર્મિક ઉત્સવમાં ગુજરાત સરકારના મંત્રી વાસણભાઈ આહિર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઈ શેઠ, કચ્છ જીલ્લા અખિલ ભારતીય યાદવ મહાસભાના પ્રમુખ ત્રિકમભાઈ આહિર, સતાપરના વાસણભાઈ માતા, ગોપાલભાઈ માતા, દિનેશભાઈ માતા, રાણાભાઈ પટેલ, ધનજીભાઈ કેરાશીયા, સામજીભાઈ કેરાશીયા, ભરતભાઈ માતા, વિક્રમભાઈ આહિર, રતનાલના સરપંચ સરીયાબેન ત્રિકમભાઈ, રાણાભાઈ પટેલ, મકાભાઈ પટેલ, ડો.નવગણભાઈ આહિર, ખેડોઈના સજુભા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, રામભાઈ ગઢવી, ભરતભાઈ આથા, લોહાણા મહાજન અંજારના પ્રમુખ હસમુખભાઈ કોડરાણી, સંજયભાઈ દાવડા, મહેન્દ્રભાઈ કોટક, પ્રદિપ આથા, લવજીભાઈ સોરઠીયા, યુવા ભાજપ પ્રમુખ અમિત વ્યાસ, રૂપા શેઠ, નારણભાઈ આહિર, મેધજી રતા, શંભુ આહિર, રાધે આહિર, નંદલાલ આહિર, સાવન પંડ્યા, ગુંજન પંડ્યા વગેરે મહાનુભાવો મુંબઈ, ઝરપરાા, પાંચોટીયા, રતનાલ, અંજાર, ખેડોઈ તેમજ આસપાસના ગામોના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.