અંજારના વીરામાં ગાળાગાળી થયા બાદ બે મહિલાઓ પર છરીથી હુમલો

ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ

અંજાર : તાલુકાના વીરા ગામે બે યુવાનો વચ્ચે બોલાચાલી થયા બાદ ગાળાગાળી થઈ હતી. જેમાં ગાળો આપવાની ના પાડતા ઉસ્કેરાયેલા એક પક્ષે અન્ય શખ્સો સાથે મળીને ઝઘડો કર્યો હતો. જેમાં દેરાણી-જેઠાણી યુવાનોને છોડાવવા વચ્ચે પડતા તેમને છરી વડે ઈજાઓ પહોંચી હતી. બન્ને ઈજા ગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ અંજાર તાલુકાના વીરા ગામે સામાન્ય બાબતે છરી વડે મારામારી થઈ હતી. જેમાં દેરાણી-જેઠાણીને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે રઝાક ભચુ કકલે જણાવ્યું હતું કે, તેનો ઈરફાન અને ઘરના અન્ય સભ્યો દરગાએથી પરત ઘરે જતા હતા ત્યારે વીરાની શાળા નજીક સામા પક્ષના એક યુવાને ગાળાગાળી કરી હતી. જેમાં ઈરફાને ગાળો આપવાની ના પાડતા ઉસ્કેરાયેલા યુવાને ટોળાને એકત્ર કરીને ઝઘડો કર્યો હતો. જેમાં ફાતમાબાઈ રમજુ કકલ અને જલાબેન ભચુ કકલ છોકરાને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ છરી હુલાવી દેવાઈ હતી. સામા પક્ષે રાણાભાઈ અને તેનો ભત્રીજાે વિરમ ઉપરાંત અન્ય અજાણ્યા ઈસમોનું ટોળું હોવાનું રઝાકે જણાવ્યું હતું. બન્ને ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટમાલં ખસેડાઈ હતી.