અંજારના વીરાની કુંવારી યુવતી માતા બનતા ચકચાર

ભુજની જી.કે. હોસ્પિટલમાં પુત્રને જન્મ આપતા પોલીસ હરકતમાં

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : અંજાર તાલુકાના વીરા ગામે રહેતી ર૪ વર્ષિય કુંવારી યુવતીએ પુત્રને જન્મ આપતા ચકચાર મચી જવા પામી છે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો. બનાવને પગલે હોસ્પિટલ ચોકીએ એમએલસી નોંધાતા પોલીસ હરકતમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ અંજાર તાલુકાના વીરા ગામે રહેતી ર૪ વર્ષિય યુવતીને તેનો ભાઈ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યો હતો. આ કુંવારી યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો. બનાવને પગલે પોલીસમાં અપાયેલી કેફિયતમાં જણાવાયું હતું કે, કોઈ ઈસમે ફરિયાદીની બહેનને વિશ્વાસમાં લઈ તેની સાથે શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. આ યુવતીને મહિનાઓ રહી ગયા બાદ આજે સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા તેણીએ પુત્રને જન્મ આપ્યો હતો. બનાવને પગલે અંજાર પોલીસ મથકે એમએલસી નોંધાતા પોલીસ હરકતમાં આવી છે.