અંજારના લોહારીયા-ચંદિયા માર્ગે ૯.૧૭ લાખનો શરાબ ભરેલ ડમ્પર ઝડપાયું

સરહદી બોર્ડર રેન્જના આઈજીપી શ્રી પટેલ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ પરમારે બોલાવેલ સપાટો : ડમ્પર સહિત ૧૪.૧૭ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત : ભાગી છુટેલા ચાલકને ઝડપી પાડવા ડમ્પરના માલિક વિશે આરટીઓ કચેરીમાં આદરી તપાસ

અંજાર : તાલુકાના લોહારીયા-ચંદિયા માર્ગે ઉપરથી પોલીસે પૂર્વ બાતમી આધારે વહેલી પરોઢના છાપો મારી ૯,૧૬,૮૦૦/-નો શરાબ ભરેલ આખે આખું ડમ્પર ઝડપી પાડી દારૂ પ્યાસીઓ તથા બુટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંજારના નવનિયુક્ત પીઆઈ ભરતસિંહ પરમારને મળેલ સચોટ બાતમી આધારે વહેલી પરોઢના ચાર વાગ્યે છાપો મારી દારૂનો જથ્થો ભરેલ આખે આખું ડમ્પર ઝડપી પડાયું હતું. પીઆઈ ભરતસિંહ પરમારને દારૂ સંદર્ભે બાતમી મળતા તેઓએ ઉચ્ચ અધિકારીઓને બાતમી હકિકતથી વાકેફ કર્યા હતા અને બોર્ડર રેન્જના આઈજીપી પિયુષ પટેલ, પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ લોહારીયા-ચંદિયા રોડ ઉપર વોચમાં હતા ત્યારે બાતમી વાળુ ડમ્પર નંબર જીજે. ૧ર. ઝેડ. ૩૯ર૬નો ચાલક પોલીસ ટીમને જાઈ ડમ્પર મૂકી નાસી છુટ્યો હતો. ડમ્પરની તલાસી લેતા તેમાંથી જુદા જુદા બ્રાન્ડની ઈંÂગ્લશ દારૂની ૭પ૦ એમએલની બોટલો નંગ ર૦૧૬ તથા ૧૮૦ એમએલના શરાબના કવાર્ટરીયા નંગ ર૧૧ર મળી ૯,૧૬,૮૦૦/-નો જથ્થો મળી આવતા ડમ્પર સહિત ૧૪,૧૬,૮૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ ડમ્પર ચાલક સામે હેડ કોન્સ હરેન્દ્રસિંહ જાડેજાએ ફોજદારી નોંધાવી હોવાનું પ્રવકતા હરેશકુમાર તિવારીએ જણાવ્યું હતું. આ કામગીરીમાં પી.આઈ. બી.આર. પરમાર સાથે સ્ટાફના વાલાભાઈ, હરીશચંદ્રસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, નાનજીભાઈ, ભાવેશભાઈ ચાવડા, દિÂગ્વજયસિંહ જાડેજા વિગેરે જાડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે અને કચ્છ જિલ્લામાં ૯ નવેમ્બરના મતદાન થનાર છે ત્યારે ચૂંટણી તમામ પક્ષોના પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જાર લગાવવા જાડાઈ ગયા છે. મતદારોને રિઝવવા માટે શરાબનો જથ્થો પુરો પાડવા મોટાપાયે જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે ત્યારે બોર્ડર રેન્જના પ્રમાણીક આઈપીએસ પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે શરાબ ભરેલ આખેઆખું ડમ્પર પકડી પાડી દારૂ પ્યાસીઓ તથા બુટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી દેતા બુટલેગરો ભયભીત બની ગયા હતા. ડમ્પર કોની માલિકીનું છે અને તેનો ચાલક કોણ હતો તે જાણવા આરટીઓ કચેરીમાં તપાસનું પગેરૂ દબાવવામાં આવેલ છે જ્યાંથી નામ સરનામા મળેથી આરોપી પકડાયા બાદ દારૂનો જથ્થો કયાંથી ભરીને કયાં બુટલેગરને કયાં ઠેકાણે ડિલીવરી આપવા જતો હતો તે સહિતની વિગતો સપાટી ઉપર આવી શકે તેમ છે.