અંજારના મોટી નાગલપર ગામે પાણીની પાઈપ લાઈનના કામમાં ગેરરીતીની રાવ

અંજારઃ અંજાર તાલુકાના ગામ મોટી નાગલપુરના વોર્ડ નં.૩ મહેશ્વરી સમાજ વાડીના પાછળની શેરીના રહેવાસીઓની અરજ છે કે આ શેરીમાં અગાઉ ૩ ઈંચની પાણીની લાઈન હતી અને આ લાઈનમાંથી પાણી આવતું હતું હાલે આ શેરીમાં નવી લાઈન નાખવામાં આવેલ છે અને જે ૪ ઈંચની જગ્યાએ અઢીંની લાઈન નાખેલ છે. જેથી આ વિસ્તારમાં દિવસ ૧૦ થયા પાણી પુરતું આવતું નથી અને પાણીની તકલીફ થાય છે આ વિસ્તારમાં વક ઓર્ડર મુજબ કેટલા ઈંચની પાઈપ લાઈન મંજુર કરવામાં આવેલ છે તે અંગે લેખીત જવાબ મળવા તથા ૪ ઈંચની લાઈન કાઢી અઢી ઈીંચની લાઈન નાખવાની જરૂરત કેમ પડી તેમજ નિયમ મુજબ જે પણ વિસ્તારમાં પાણીની લાઈ બદલવાનું જયાં પણ કામ કરવામાં આવે તે દરેક ઘરની લાઈન કે ગટર લાઈનનું નુકશાન થાય તો તે રીપેરીંગ કરવાની જવાબદારી સ્થાનિક પંચાયત તથા કોન્ટ્રાકટરની થાય પરંતુ આ શેરીમાં બુલડોઝર દ્વારા આડેધડ ગટ્ટર લાઈન પાણીના જુના જોડાણ તોડવામાં આવેલ છે. જેનો રીપેરીંગ ખર્ચ દરેક ઘરના માલિક દ્વારા ભોગવવો પડયો છે. જેનો ખર્ચ સરેરાશ ૧૦૦૦ આવેલ છે. જે ખર્ચ પણ સ્થાનિક પંચાયત અથવા કોન્ટ્રાકટર પાસે વસુલ કરવાની માંગણી છે. અને જયાં સુધી આ શેરીમાં પુરતું પાણી ન મળે ત્યાં સુધી નાગલપુર પંચાયત તરફથી કોઈ બીલ મુકવા નહીં તેમ ગામના રહેવાસીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અંજારને લેખીતમાં રજુઆત કરેલ છે તેમ મહેશ્વરી વાસ વોર્ડ નં.૩ સમાજવાડી પાછળની શેરી નાગલપર મોટીના રહેવાસીઓ જણાવેલ છે.