અંજારના ભુવડ નજીક ખાનગી કંપનીમાં અકસ્માતે કામદારનું મોત

અંજાર : તાલુકાના ભુવડ નજીક સૂર્યા કંપનીમાં કોટીંગ પ્લાન્ટમાં કામ કરતા કામદારનું અકસ્માતે મોત નિપજ્યું હતું. બનાવને પગલે અંજાર પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો દર્જ થયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ અંજારના ભુવડ નજીક સૂર્યા કંપનીમાં કોટીંગ પ્લાન્ટમાં કામ કરતા ઓનુકુમાર મેઘનાદનાથ દાસ નામના યુવાનનું અકસ્માતે મોત નિપજ્યું હતું. બનાવને પગલે અંજાર પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો નોંધાતા પીએસઆઈ વી.જી. લાંબરિયાએ આગળની તપાસ હાથ ધરી છે.