અંજારના ભાદ્રોઈમાં માલીકીના પ્લોટો પચાવી પાડતા ભૂમાફીયા

પ્લોટો ખાલી કરવાનું કહેતા મહિલાને જાનથી મારી નાખવાની આપી ધમકી : રપ શખ્સો સામે નોંધાઈ રાયોટીંગની ફરિયાદ

અંજાર : તાલુકાના ભાદ્રોઈ ગામે માલીકીના પ્લોટમાં ગેરકાયદેસર કબ્જો જમાવતા શખ્સોને પ્લોટ ખાલી કરવા કહેતા મહિલા ઉપર રપ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ બુધ્ધીબેન સાજનભાઈ તથા બીજલભાઈ રામાભાઈ રબારી (ઉ.વ.૪૧) (રહે. મકાન નંબર ૩ સુરક્ષા સોસાયટી સુરેશ્વર મહાદેવ મંદિર પાછળ જુનાવાસ-માધાપર તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેણીના પિતાની ભાદ્રોઈ ગામે સર્વ નંબર ર/ર વાળી જમીનમાં પ્લોટો આવેલ છે જે પ્લોટોમાં આરોપીઓ બધાભાઈ વંકાભાઈ રબારી, લખમણભાઈ ભીમાભાઈ રબારી, શાજનભાઈ શંકુભાઈ રબારી, ગોવાભાઈ કાનાભાઈ રબારી, દેવશીભાઈ પચાણભાઈ રબારી, શાકરાભાઈ હીરાભાઈ રબારી, ગગુભાઈ ભુરાભાઈ રબારી, આશાભાઈ ભીમાભાઈ રબારી, આશાભાઈ ભુરાભાઈ રબારી, શાકરાભાઈ શુભાભાઈ રબારી, પાલાભાઈ વંકાભાઈ રબારી, લાખાભાઈ વંકાભાઈ રબારી, વીરમભાઈ દેવશીભાઈ રબારી, વશાભાઈ મેગાભાઈ રબારી, મશરૂભાઈ દેવશીભાઈ રબારી, દેવાભાઈ કારાભાઈ રબારી, પાંચાભાઈ પાલાભાઈ રબારી, બેચરાભાઈ દેવાભાઈ રબારી, વેરશીભાઈ દેવાભાઈ રબારી, રણમલભાઈ દેવાભાઈ રબારી, જેતાભાઈ પાલાભાઈ રબારી તથા ભોજાભાઈ ભચાભાઈ રબારી (રહે. તમામ ભાદ્રોઈ તા.અંજાર)એ ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો જમાવી લીધો હતો. આરોપીઓને તેઓના પિતા બીજલભાઈ રામાભાઈ રબારી હયાત હતા ત્યારે ખાલી કરવા અવારનવાર જણાવતા હતા અને તેઓના પિતાના મોત બાદ તેણીએ પ્લોટ ખાલી કરવાનું અવારનવાર કહેતા હોઈ ગત તા.૧૩-૩-૧૮ના આરોપીઓને કહેતાતે સમજેલ નહી અને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી બનાવી પ્લોટ ખાલી નહી કરીએ તમારાથી થાય તે કરી લેજો તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંજાર પોલીસે આરોપીઓ સામે રાયોટીંગનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.