અંજારના પાંચમા અધિક ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ ડી.એમ. પંચાલનો ધાક બેસાડતો ચુકાદો

અંજારઃ નામદારશ્રી પાંચમાં અધિક ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.એમ.પંચાલ દ્વારા સે.કે.નં.૮૭/૧પ, વાળા કેશમાં આરોપીઓ ભરતભાઈ મેઘાભાઈ કોલી રહે ભુટકીયા તા.રાપર વાળા વિરૂદ્ધ કેશ ચલાવીને તકસીરવાન ઠરાવવામાં આવેલ છે. આ કેશમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ-૧ થી ૩૯ સુધીના સાક્ષીઓને તપાસવામાં આવેલ છે અને ફરીયાદ પક્ષ તરફથી કુલ-૧ થી ર૩ જેટલા દસ્તાવેજી આધારો રજુ કરવામાં આવેલ. આ તમામ વિગતો પુરાવા તથા દસ્તાવેજી આધારો નજરે પંચાલ સાહેબે દ્વારા આરોપી ભરતભાઈ મેઘાભાઈ કોલીને ડી.એમ.પંચાલ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ છે. આ કેશની ટુંકી વિગતો એવી છે કે આ કામના ફરીયાદી મેઘાભાઈ કુંભાભાઈ કોલીએ તા.ર૮-૦પ-૧રના રોજ ગુન્હો જાહેર કરી જણાવેલ કે મારા દીકારા ભરતના અગાઉ પણ ત્રણ દિકરાઓના જન્મ થયેલ ત્યારબાદ ચોથા દિકરાનો જન્મ થયેલ ત્યારથી મારો દિકરો ભરત તેની ઘરવાળીને બરોબર બોલતો ન હોત અને ચોથા દિકરાનો જન્મ થતા તે કોઈ ચિંતામાં જણાતો હતો અને તેની ઘરવાળી કેસર સાથે બોલાચાલી પણ કરતો હતો અને નાના છોકરાની છઠ્ઠી હોઈ જેથી ભરતની સાસુ તથા કેસરબેનની કાકી તે તથા મારી દીકરી વગેરે માણસો આવેલા હતા અને સવારના ભાગે ભરતની સાસુ તથા તેમની સો આવેલ માણસો જતા રહેલ ત્યારબાદ આશરે ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં હું મારી વાડી પરના ઝુંપડા આગળ ખાટલો નાખી સુતેલો અને મારી દીકરી બબીબેન મારી ઘરવાળી તથા મારી છોકરીઓ જમવાનું બનાવી જમતા હતા અને મારા ઝુંપડાની પાછળ ભરતનું અલગ ઝુંપડું બનાવેલ તેમાં ભરત અને તેની ઘરવાળી કેસરબેન રહેતા હતા ત્યારે ૧ઃ૩૦ના અરસામાં નાના છોકરાઓએ રાડો રાડ કરતા હું તથા મારી ઘરવાળી તથા મારી દીકરી અને કુટુંબીઓ દોડીને આવેલા અને ભરતના ઝુંપડામાં જઈ જોયેલ તો કેસર નીચે જમીન પર પડેલ હતી અને તેના ગળામાંથી લોહી નીકળતું હતું અને ભરતના હાથમાં ધારીયું હતું. અને કેસર ઝુંપડામાં તરફડીયા મારતી હતી ત્યારબાદ તેણે દવાખાને લઈ જવા માટે જીપ વાળાને બોલાવેલ અને ત્યારબાદ કેસરને જીપમાં લઈને હોસ્પિટલમાં લઈ આવેલ ત્યારે ડોકટર સારવાર આપે તે પહેલા તે મરણ સામાન્ય ઈજાઓ થયેલી આમ મારા દિકરા ભરતને સંતાનમાં ચોથા દિકરાનો જન્મ થયેલ ત્યારથી ચિંતામાં રહેતો હોય અને જન્મ ગથયા બાદથી તે તેની પત્ની કેસર સાથે ઝગડો, તકરાર કરતો હોય અને ચોથા દિકરાના જન્મ બાબતે તેની ઘરવાળી ઉપર શક, વહેમ રાખી કેસર સાથે ઝગડો કરી તકરાર કરી તેની પાસેના ધારીયાથી કેસરના ગળાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી અને ગંભીર ઈજાના કારણે કેસરનું મોત નિપજાવેલ છે તે બાબતની ફરીયાદ ફરીયાદીએ ભીમાસર પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.રજી.નં.પ૯/૧ર, થી અનુસંધાને ત.ક.અ.એ ગુન્હાકામની તપાસ કરેલ અને તપાસ પુર્ણ થયા બાદ આરોપી વિરૂદ્ધ પુરતો પુરાવો હોઈ ચાર્જશીટ રજુ કરેલ ત્યારબાદ આ કેશ કમીટ થઈ ટ્રાયલ ચલાવવા માટે નામદાર કોર્ટ સમક્ષ મોકલી આપવામાં આવેલ. ત્યારબાદ આ કામે આરોપી વિરૂદ્ધ ત્હોમતનામું ફરમાવવામાં આવેલ અને આ કેશની ટ્રાયલ પુર્ણ થતા રજુ થયેલ મૌખીક તથા દસ્તાવેજી પુરાવા નજરે નામદાર ડી.એમ.પંચાલ દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ આમ આરોપી ભરત મેઘા કોલી ને ઈ.પી.કો. ક.૩૦રના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.પ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે આ કેશમાં ફરીયાદપક્ષ તરકફે વિધ્વાન સરકારી વકીલ આશીષ પી.પંડયા, મદદનીશ જીલ્લા સરકારી વકીલ અંજાર કચ્છ દ્વારા હાજર રહીને આરોપીને સજા કરવા ધારદાર દલીલો કરવામાં આવેલ.