અંજારના નગાવલાડિયા પાસે બાઈક અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા

રાપર ડાભુંડા રોડ પર બે બાઈક ભટકાતા બેને ઈજા

અંજાર : તાલુકાના નગાવલાડિયા નજીક આગળ જતી બાઈકને પાછળથી પૂરપાટ વેગે આવતી બાઈકે ટક્કર મારતા યુવાનને હેમરેજ સહિતની ઈજાઓ થઈ હતી. તો રાપર-ડાભુંડા માર્ગ પર બે બાઈક ભટકાતા બે યુવાનોને ઈજા થઈ હતી.
અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ રવજીભાઈ મેમાભાઈ કાનગડે આરોપી ત્રિલોકનાથ મહેન્દ્રનાથ ગુંસાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ પોતાના કબ્જાની જીજે. ૧ર. બીક્યુ. ૩રર૦ વાળી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી ફરિયાદીના ભાઈ શંભુભાઈની જીજે. ૧ર. સીબી. ૬૦૪ર નંબરની બાઈકને પાછળથી ભટકાવી અકસ્માત સર્જીને તેને માથાના ભાગે હેમરેજ સહિતની ઈજાઓ પહોંચાડી હતી. તેમજ બાઈકમાં સવાર સાહેદ જીતેન્દ્રને પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે અંજાર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રાપર-ડાભુંડા માર્ગ પર બે બાઈક ભટકાતા પ્રાગપરના હરખાભાઈ ભચુભાઈ પટેલ અને વ્રજવાણીના રપ વર્ષિય નવીન વાલા કોલીને ઈજાઓ પહોંચી હતી. બન્ને ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર માટે
ખસેડાયા હતા.