અંજારના દેવળીયામાંથી અધધધ રર લાખનો શરાબ ઝડપાયો

એક વાડામાં ઉતારેલ શરાબના જથ્થા સાથે એલસીબી તથા સ્થાનિક પોલીસે ચાર શખ્સોને ધરબોચી લીધા જ્યારે અન્ય ત્રણ ભાગી છૂટ્યા : ગણેશ મહોત્સવ તેમજ આગામી નવરાત્રીના તહેવારો અગાઉ જ લાખોનો શરાબ ઝડપાતા દારૂ પ્યાસીઓ તેમજ બુટલેગરોમાં હડકંપ : પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

 

અંજાર ઃ તાલુકાના દેવળીયા ગામે એક વાડામાં શરાબનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી આધારે પૂર્વ કચ્છ એલસીબી તેમજ સ્થાનિક પોલીસે સંયુક્ત છાપો મારી રર લાખના વિક્રમજનક શરાબના જથ્થા સાથે ચાર આરોપીઓને ધરબોચી લીધા હતા. લાખોનો શરાબ પોલીસના હાથે ઝડપાઈ જતા દારૂ પ્યાસીઓ તેમજ બુટલેગરોના મનસુબા પર પાણી ફરી વળ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પૂર્વ કચ્છ એસ. પી. ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એલસીબી પી.આઈ. એચ. એચ. રાઠોડ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, મયુરસિંહ જેઠુભા જાડેજા, કાના લખુ આહીર (રહે. બન્ને મોટી ખેડોઈ) તથા ભુજના કિશોર હેમરાજ કારીયા સાથે મળી ઈંગ્લીશ દારૂનો વેપાર કરે છે અને ત્રણેય જણાઓ હાલે દેવળીયા ગામની સીમમાં શિણાય રોડની ડાબી બાજુએ આવેલ તળાવ પાસે સરકારી પડતર જમીનમાં પ્રદિપ ચૌહાણના ભેંસોના વાડામાં ટ્રક નંબર એચ.આર.૬૭ સી. ૦૭૧પ માંથી ઈંગ્લીશ દારૂ લાવીને ઉતાર્યો હોવાની સચોટ અને પૂર્વ બાતમી આધારે આ સ્થળે છાપો મારતા પોલીસ વાહન જાઈ વાડામાંથી ચારેય અમુક ઈસમો નાસવા લાગેલ તે પૈકી ચારને પકડી લીધેલ અને ત્રણ ઈસમો નાશી છુટયા હતા.
પકડાયેલ ઈસમોને વાડામાં લાવી જાતા એક બોડી બંધ ટ્રક તથા એક મારૂતિ સુઝુકી બલેનો તેમજ ટ્રક પાસે પડેલ ઈંગ્લીશ દારૂની પેટીઓ તથા ટ્રકમાં ભરેલ ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવેલ જેમાં રોયલ ગોલ્ડ ડીલક્ષ વ્હીસ્કી બોટલો નંગ ૩૧૬૪ કિંમત રૂ. ૧૪,પ૭,૪૦૦/- તેમજ મેકડો વેલ્સ નં.૧ વ્હીસ્કી બોટલો નંગ પ૪૦ કિંમત રૂ. ૧,૮૯,૦૦૦/-, હીટલર વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા નંગ ૪૬પ૬ કિંમત રૂ. ૪,૬પ,૬૦૦/- તથા હેવડર્સ પ૦૦૦ સ્ટ્રોંગ બીયર પ૦૦ એમ.એલ.ના ટીન નંગ ૧૧ર૮ કિંમત રૂ. ૧,૧ર,૮૦૦/- એમ કુલ્લ રર,ર૪,૮૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. તથા આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ કિંમત રૂ. ૩પ૦૦ તથા ટ્રકની કિંમત રૂ. ૯ લાખ, મારૂતિ સુઝુકી કિંમત રૂ. ૭ લાખ, મોટર સાયકલ નંગ ત્રણ કિંમત રૂ. ૬પ,૦૦૦/- એમ કુલ્લ રૂ. ૩૮,૯૩,૩૦૦/-ના મુદ્દામાલ સાથે પ્રદિપ અમરસિંહ ચૌહાણ (ઉ.વ.૪ર) (રહે. મિ†ીવાસ, દેવળીયા, તા.અંજાર), અલીમામદ કાસમ મથડા (ઉ.વ.૪પ) (રહે. મÂસ્જદ પાસે દેવળીયા, તા.અંજાર), કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.ર૩), વનરાજસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.ર૮) (રહે. બન્ને જાંબુડી, તા.ભુજ)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રેડ દરમ્યાન મયુરસિંહ જેઠુભા જાડેજા, કાના લખુ આહીર (રહે. બન્ને મોટી ખેડોઈ, તા.અંજાર), કિશોર હેમરાજ કારીયા (રહે. દ્વિધામેશ્વર કોલોની, ભુજ) ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.
દારૂના જથ્થાને અંજાર પોલીસ મથકે સોંપી આરોપીઓ વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોધાવી હતી. જ્યારે પકડાયેલા ચારેય આરોપીઓએ દારૂનો જથ્થો કયાંથી મેળવેલ અને ડીલીવરી (કટીંગ) કોને આપવાના હતા તે સહિતની વિગતો મેળવવા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે.
દારૂનો જથ્થો ઝડપી પાડવાની કામગીરીમાં એલસીબી પી.આઈ. એચ. એલ. રાઠોડ સાથે સ્ટાફના મયુરધ્વજસિંહ જાડેજા, ભુપતસિંહ રાઠોડ, લક્ષ્મણભાઈ આહીર, હરદેવસિંહ સરવૈયા, બલભદ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ ગોહિલ, મેરકુભાઈ આલાણી તેમજ અંજાર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. કિશોરસિંહ જાડેજા, ભુવડ ઉપથાણાના હેડ કોન્સ. હરેશકુમાર તિવારી, અંકિતભાઈ ચૌધરી, પ્રહલાદસિંહ ચુડાસમા વિગેરે જાડાયા હતા.
આભાર – નિહારીકા રવિયા