અંજારના તળાવમાંથી બે દિવસ પૂર્વે ગુમ થયેલા યુવાનનો મળ્યો મૃતદેહ

અંજાર : શહેરમાં આવેલા ઐતિહાસિક તોરલ તળાવમાંથી આજે બપોરે બે વાગ્યાના અરસામાં એક અજાણ્યા યુવાનની  લાશ તરતી નજરે પડી હતી. જે અંગે અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે અંજાર પોલીસ તાત્કાલિક સ્થળ પર ઘસી આવી હતી. અને તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ અંજાર પોલીસે સ્થળ પર તપાસ કરાતા બે દિવસ અગાઉ ગુમ થયેલા 35 વર્ષિય ઈમ્તિયાઝ સીધીક લોહર નામના યુવાનની લાશ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યાર બાદ લાશનો કબ્જો લઈને પી.એમ. માટે ખસેડવામાં આવી છે.  ઈમ્તિયાઝને માથામાં અને હાથના પંજામાં ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ઘટનાની વધુ તપાસ અંજાર પોલીસે હાથ ધરી છે.