અંજારથી બાંટવા જવા નિકળેલ એસટી બસને નડયો અકસ્માત : ૧પ ઘવાયા

સુરજબારી પુલ નજીક બંધ કન્ટેનર પાછળ બસ ઘૂસી ગઈ

ભુજ : અંજારથી બાંટવા જતી એસ.ટી. બસ સુરજબારી પુલ નજીક બંધ કન્ટેનર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧પ જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અંજારથી બાંટવા જવા નિકળેલ બસ નં. જી.જે.૧૮વાય ૧૬ર માળિયા પહેલા આવતા સુરજબારી પુલ નજીક બંધ કન્ટેનરમાં ઘૂસી જતા બસના કંડકટર જયસુખભાઈ ખમાનંદ ચુડાસમા, બસમાં સવાર મુસાફરો ગોસાઈ હરદેવગિરિ આનંદગીરી (રહે. આદિપુર), કેશુભાઈ રામભાઈ (રહે. ગાંધીધામ), મારાજ અંબારામ રાયમલ (રહે. ગાંધીધામ), નિશાબેન અશોકભાઈ વાળંદ (રહે. ભચાઉ), રીનાબેન રમણીકભાઈ વાળંદ (રહે. ભચાઉ), કુંવરબેન અંબારામ મારાજ (રહે. ગાંધીધામ), મંગારામ કેશારામ (રહે. રાજસ્થાન), યોગેશ છગનભાઈ (રહે. મોરબી-ર), કેશુભાઈ રાજાભાઈ વાઘરી (રહે. ગાંધીધામ), વિરજીભાઈ કેશુભાઈ દેવીપૂજક, ગંગારામ ભવાનભાઈ (રહે. રાજસ્થાન) અને ગોસાઈ શુભદ્રાબેન હરદેવપુરી તેમજ અન્ય બે મુસાફરોને સામાન્ય ઈજા સહિત ૧પ મુસાફરો ઘવાયા હતા. સુરજબારી પુલ પાસે કન્ટેનર અગાઉ અકસ્માત બાદ એમ જ પડયું હતું. જેની પાછળ એસ.ટી. ઘૂસી જતા અકસ્માત  સર્જાયો હતો.