આવતીકાલે તા. ૩૧/૦૩/૨૦૨૩ ના રોજ ભુજ શહેર માટે મહત્વની પીવાના પાણીની
નલ સે જલ યોજનાનો ભુજ વિભાગના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના વરદહસ્તે
રૂ. ૩૯.૪૯ કરોડ ની યોજનાનો ખાતમુહુર્ત કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થઈ ગયા બાદ
નર્મદાનું પાણી રોજ વિતરણ કરી શકાશે. આ અંગે વધુ વિગત આપતા ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકામાં અમારી નવી ટીમ આવ્યા બાદ સૌ પ્રથમ પ્રાથમિકતા પીવાનું પાણી
શહેરને એકાંતરે મળે તે માટે કાર્યશીલ થઈ, નવા ટાંકા બનાવ્યા, જેમાં સફળતા મળી, રાજ્ય
સરકાર પાસે આ યોજના મંજુર કરાવી હતી જેનું આવતીકાલે ખાતમુહુર્ત છે, જેનું કામ પૂર્ણ થયે
શહેરને રોજ પાણી વિતરણ કરી શકાશે
આવતીકાલે તા. ૩૧/૦૩/૨૦૨૩ ના ભુજ માટે મહત્વની પીવાના પાણીની નલ સે જલ યોજનાનો ખાતમુહુર્ત કરવામાં આવશે.
બીકેટી દ્વારા વડવારાની ગૌશાળામાં બાઉન્ડરી વોલ, ગેટ અને મજિયાગ બે શાળામાં પેવર બ્લોકના કામોનું લોકાર્પણ
ભુજ : બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લી. તરફથી સામાજિક જવાબદારી વર્ષ ૨૦૨૨-૨૩ હેઠળ વડવારા ખાતે કુલે ૭,૬૬,૦૮૦ના ખર્ચે ગૌશાળાની બાઉન્ડરી વોલ તથા ગેટ અને રોટરી એજ્યુકેશન સોસાયટી સંચાલિત હરિપર ખાતે આવેલ મજિયાગ બે શાળામાં રૂ.૫,૦૦,૦૧૦ના ખર્ચે પેવર બ્લોકના કામો કરવામાં આવ્યા હતા. કુલ રૂ.૧૨,૬૬,૦૯૦ના કામોનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે કંઢેરાઇ વડવારા જુથ ગ્રામ પંચાયતના સરપંચ માનબાઈ વાલજી મહેશ્વરી, માજી ઉપસરપંચ પાંચા વાલા કોઠીવાર, અગ્રણી સામજીભાઈ મહેશ્વરી તથા શંભુભાઈના હસ્તે કંપનીએ કરેલ કામ બદલ મોમેટો અર્પણ કરી આભાર વ્યક્ત કરાયો હતો. રોટરી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ભરતભાઈ ધોળકિયાએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષમાં શાળામાં પેવર બ્લોક અને પાછલા વર્ષમાં શાળાની બાઉન્ડરી વોલનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી બીકેટી દ્વારા શાળાના બેજીક ઇન્ફ્રાસ્ટાક્ચરના કામો કરવામાં આવેલ છે. બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લી. તરફથી લાયઝન હેડ ડી.બી. ઝાલા, ડી.ડી. રાણા, નટુભા પરમાર, અલ્કેશ ભટ્ટ તથા રોટરી એજ્યુકેશન સોસાયટીના ભરતભાઈ ધોળકિયા, નવઘણભાઈ આહીર, ઊર્મિલભાઈ હાથી, નરેન્દ્રભાઈ મીરાણી અને પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. કંપનીએ કરેલ કામ બદલ મોમેટો અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઊર્મિલભાઇ હાથીએ કર્યું હતું.
G20 પ્લેટફોર્મ વિશ્વને કલ્પનાશક્તિનો ઉપયોગ કરવાની અને આપત્તિના જોખમની સમસ્યાને ઉકેલવા માટે નવીન રીતો શોધવાની અનન્ય તક આપે છે: ડૉ. પી.કે. મિશ્રા
ભારત નવીન ટેક્નોલોજી અને ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોકાણ કરી રહ્યું છેઃ દેવુસિંહ ચૌહાણ
ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ 1લી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ આજે ગાંધીનગરમાં શરૂ થઈ

રાજ્યમાં કોવિડ-૧૯ સામે આરોગ્યતંત્રની સજ્જતાની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી
ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન ૨૬૮ ટેસ્ટિંગ કરવામાં આવે છે કોવિડ પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ થાય છે આરોગ્ય વિભાગ કોવિડ-૧૯ કેસોનું દૈનિક ધોરણે એનાલિસિસ કરે છે તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ૧૦ અને ૧૧ એપ્રિલે મોક ડ્રીલ યોજાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત ના સંકલ્પ ને સાકાર કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ વૈશ્વિક ઓળખ બની રહેશે:સંસદીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ
તમિલનાડુમા સૌરાષ્ટ્ટવાસીઓની વિશ્વની સૌથી મોટી ગણાતી હિજરત કરેલ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત રાજ્ય સાથે જોડવાનો વડાપ્રધાનશ્રી નો અપ્રતિમ પ્રયાસ સૌરાષ્ટ્ર તમિલ સંગમ ના અત્યંત ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકાત્મતા સંકલ્પના ને સાકાર કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તા.૧૭ એપ્રિલથી યોજાશે ગુજરાત વિધાનસભા ખાતે નિયમ ૪૪ હેઠળ સંસદીય મંત્રી શ્રી પટેલે કર્યું નિવેદન:સૌ સાથી સભ્યો અને નાગરિકોને સહભાગી થવા કરી અપીલ
ગજવા એ હિંદ આતંકી મોડયુઅલનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો : કચ્છમાં NIA નહીં ત્રાટકે ને..? સ્લીપર સેલ સક્રીય નથી ને?
વલસાડ, સુરત અને બોટાદમાં NIA ટીમની છાપેમારી, ગજવા એ હિન્દ ગ્રુપનું નામ આતંકવાદી ગતિવિધીઓમાં આવતા એનઆઈએ દ્વારા છાપામારી કરાઈ છે : તપાસ દરમ્યાનમાં વોટસએપ ગ્રુપના એડમિનની થઈ છે ધરપકડ : સબંધિત વોટસગ્રુપમાંથી કચ્છમાં તો કેાઈ જાણતા-અજાણતા નથી સંકળાયેલાને? અગાઉ આઈએસઆઈએસના બંગ્લોરમાં ઝડપાયેલા ફેસબુક પેજ બનાવનાર શખ્સની કડીમાં ગુજરાત અને તે બાદ કચ્છ સુધી લંબાઈ હતી તપાસ, આવુ જ કયાંક હવે મરઘુબ તાહિરના કેસમાં તો નથી ને..? કચ્છમાં પણ આ ગંભીર હિલચાલ વધુ જોવા મળી આવે છે, વરસો પહેલા ખાવાના સાસા હતા તેવા લોકો ફોર્ચયુનર જેવી આલીશાન કારમાં ફરતા થઈ ગયા છે..
સ્લીપર સેલની કડીઓ અગાઉ પણ કચ્છમાંથી ખુલતી જ રહી છે..! : કચ્છ પોલીસના એસઓજીના તત્કાલીન પીઆઈ
દીલીપ અગ્રાવત દ્વારા લખનૌમાંથી નાપાક જાસુસી કાંડમાં આદિલ-અન્જુમ નામના બે શખ્સોને પકડી પાડયા હતા, જેઓ બે-વર્ષ સુધી કચ્છમાં કંડલા-અંજાર-ભુજ(કેમ્પ એરીયા)માં રહીને ભુજના આર્મી કેન્ટેાનમેન્ટની અતિ ગુપ્ત-ગોપનીય માહીતીઓ સામે પાર મોકલતા હતા, તેના માટે ભુજના હેાસ્પિટલ રેાડ પર આવેલ એક ઈન્ટરનેટ કાફેને પણ સીલ કરી દેવાયુ હતુ : ફરીથી આવા કારનામાઓ નવા અદ્યતન મોડયુઅલથી કોઈ સ્લીપર સેલ
અહી અંજામ આપતા નથી ને..?
ગાંધીધામ : ગજવા એ હિન્દ નામનું સંગઠનનું આતંકી ગતિવિધિઓમાં નામ આવવાના મામલે NIAની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા હતા. રાજ્યના વલસાડ, સુરત અને બોટાદ જિલ્લામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વાપીના ગોદાલનગર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તપાસ કરી હતી. તપાસમાં NIAની ટીમે ફ્લેટમાં રહેતા પરિવારના સભ્યોની પૂછપરછ કરી તપાસ કરી હતી. નોધનીય છે કે, ગુજરાતના વલસાડ-બોટદા-સુરત સહિતના વિસ્તારોમાં દેશની સૌથી મોટી એેજન્સી એવી એનઆઈએ દ્વારા દરોડાનો દોર હાથ ધરવામા આવ્યો હતો. તેવામાં હવે જાણકારો કહી રહયા છે કે, આ તપાસનો રેલો એનઆઈએ દ્વારા કચ્છ સુધી તો નહી લંબાવાય ને?વાત સહેજ વિગતે કરીએ તો જુલાઈ ૨૦૨૨ ના ’ગઝવા-એ-હિંદ’ કેસમાં તેની તપાસને આગળ ધપાવીને, NIAએ પાછલા પંદર દીવસ પહેલા જ ૩ રાજ્યોમાં ૮ શંકાસ્પદ લોકોના ઘરો ઉપર દરોડા પાડ્યા અને શોધખોળ હાથ ધરી, જેમાં નાગપુર (મહારાષ્ટ્ર)ના ૪ સ્થાનો અને ગ્વાલિયર જિલ્લામાં એક-એક સ્થાનનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ અને ગુજરાતના વલસાડ, સુરત અને બોટાદ જિલ્લાઓમાં રહેતા એક્ટિવ સભ્યોના ડિજિટલ ઉપકરણો (મોબાઈલ ફોન, મેમરી કાર્ડ) અને દસ્તાવેજો સહિત ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે.જુલાઇ ૨૦૨૨માં,પીએસ ફુલવારીશરીફમાં ગઝવા-એ-હિંદ મોડ્યુલના સભ્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેનું સંચાલન અને નિયંત્રણ
પાકિસ્તાનથી કરવામાં આવતું હતું. આ કેસમાં પાકિસ્તાની નાગરિક દ્વારા શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ ’ગઝવા-એ-હિંદ’ના એડમિન મરઘૂબ અહમદ દાનિશ જ્ર તાહિરની ધરપકડ કરવામાં આવી હતી.વોટ્સએપ, ટેલિગ્રામ અને BiP મેસેન્જર સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ’ગઝવા-એ-હિંદ’ જૂથો બનાવ્યા હતા. તેણે બાંગ્લાદેશી નાગરિકો માટે એક સમર્પિત વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું, જેનું શીર્ષક હતું –‘BDGhazwa E HindBD’ આ જૂથોમાં ભારતના તેમજ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યમનના ઘણા લોકોને ગુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ વોટ્સએપ અને સોશ્યલ મીડિયામાં ગ્રૂપ બનાવી પ્રભાવશાળી ભારતીય યુવાનોને ભારત ઉપર વિજય મેળવવાના અંતિમ ઉદ્દેશ્ય સાથે કટ્ટરપંથી બનાવવાનો હેતુ છે. ’ગઝવા-એ-હિંદ’. આ જૂથના સભ્યોને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ’સ્લીપર સેલ’માં કન્વર્ટ કરીને ટેરેરિસ્ટ બનાવવા પ્રોત્સાહિત કરી કટ્ટરપંથી બનાવવા માટે ગ્રુપમાં ઉશ્કેરની કરતા હોવાનું સામે આવતા શંકાસ્પદ લોકો સામે NIAની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ લોકોના ઘરે ઘણા કલાકો ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, ગુજરાતના અલગ અલગ શહેરોમાં એનઆઈએ ત્રાટકી અને આ કડીમાં તપાસ હાથ ધરી રહી છે ત્યારે આવા જ કોઈ સ્લીપર સલ કચ્છમાં તો કાર્યરત નથી કરી દીધા ને? અથવા તો આવા વોટસએપ ગ્રુપમાં કચ્છમાથી તો કેાઈ જાણતા અજાણતા નથી જોડાઈ જવા પામ્યા ને..? એનઆઈએ દ્વારા તો આ બાબતે કચ્છમાં તપાસ થશે કે નહી? તે કહી શકાય તેમ નથી પરંતુ દેશભરની મહત્વપૂર્ણ એજન્સીઓ કચ્છમાં ધામા નાખીને બેઠી છે તે તમામે એજન્સીઓએ આ બાબતે સતર્કતા દાખવી જોઈએ. અહી યાદ અપાવી શકાય કે, આજથી પાંચ-સાત વર્ષ પહેલા આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠન માટે ફેસબુક પેજ બનાવી અને બેંગ્લોરનો એક શખ્સ ઠેર-ઠેર યુવાનોને તેની સાથે જોડી તેમના બ્રેઈન વોશ કરતો હોવાનો એક ગંભીર કિસ્સો બહાર આવ્યો હતો અને આ બેંગ્લોરના શખ્સના ફેસબુકમાં કચ્છમાથી પણ તે વખતે અમુક યુવાનો જોડાઈ ગયા હોવાની વાત અને તેના પગલે બેંગ્લોરથ કચ્છ સુધી તપાસ લંબાઈ જવા પામી હતી. હાલમાં પણ જયારે વોેટસએપ ગ્રુપ અથવા તો સોશ્યલ મીડીયાથી ચાલતા કાવતરાનો પર્દાફાશ-મોડયુઅલ એનઆઈએ જેવી એજન્સીએ ઉજાગર કર્યુ છે ત્યારે કચ્છની એજન્સીઓ પણ ગંભીર બને અને અગમચેતીના ભાગરૂપે આવી કોઈ હલચલ કયાંય પણ ચાલતી નથી ને? અહી કોઈ સ્લીપર સેલ સક્રીય બની નથી ગયા ને? તેની માહીતીઓ અંકે કરે અને જયા જરૂરી જણાય ત્યા સરકારને સચોટ રીપોર્ટ આપે તે જ સમયનો તકાજો બની જવા પામ્યો છે.
ભુજ એસઓજીનું છટકું રહ્યું સફળ : માધાપર પાસે પશ્ચિમ બંગાળની મહિલા એમડી ડ્રગ્સ સાથે રંગેહાથ પકડાઈ
પોલીસે ડમી કસ્ટમર મોકલીને નશાના કારસાનો કર્યો પર્દાફાશ : મહિલાને એડવાન્સ પેટે પાંચ હજાર આપતા તે બાંદરા જઈ એમડી ડ્રગ્સ લઈને આવી અને ટ્રેપમાં સપડાઈ ગઈ : મહિલા મુંબઈથી માલ લાવી છુટક છુટક વેંચાણ કરતી હોવાની અપાઈ કેફિયત : એસઓજી દ્વારા ઉપરાછાપરી કરવામાં આવેલી રેડથી સ્થાનિકના નશાના વ્યવસાયકારો ભૂગર્ભમાં
ભુજ : કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું વેંચાણ વધી રહ્યું છે એ વચ્ચે ચૂંટણી સમયગાળામાં એસઓજી પીઆઈ વી.વી. ભોલા અને ટીમ દ્વારા ડ્રગ્સની બદી પર સપાટો બોલાવવામાં આવતા વ્યવસાયકારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જે બાદ બાતમી મળી કે, માધાપર પાસે રહેતી પશ્ચિમ બંગાળના મુરસીદાબાદ જિલ્લાના ઉમાપારા ગામની રેશ્મા ક્રિષ્ના મંડલ નામની ૩૪ વર્ષિય મહિલા એમડી ડ્રગ્સનું વેંચાણ કરે છે, જેથી તેને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડમી ગ્રાહક મોકલીને આરોપી મહિલાને ૩.૪ર લાખના ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવી છે. આ મહિલા બાંદરાના શખ્સ પાસેથી માલ લઈ આવી હોઈ તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરાયા છે. જાણવા મળતી માહિતી પ્રમાણે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને બાતમી મળી હતી અને આ બાબતે એસઓજીના પીઆઈ વી. વી. ભોલાને જાણ કરતા બાતમીવાળી મહિલાને રંગેહાથ પકડી લાવવા માટે એક ડમી ગ્રાહક ઉભો કરી તેને મહિલા પાસે મોકલી એમડી ડ્રગ્સની માંગણી કરી હતી. જેથી મુંબઈથી જથ્થો લાવી આપવા માટે એડવાન્સ પેટે રૂા. પ હજાર રોકડા અને ટિકીટ બુક કરાવી આપી, બાકીના રૂપિયા માલ આપ્યા બાદ આપવાની વાત નક્કી થઈ હતી. જેથી મહિલા માલ લેવા માટે મુંબઈ ગઈ અને પરત આવી ત્યારે ભવાની હોટલ પાસે માદક પદાર્થની ડીલીવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દરમ્યાન એસઓજીના પીઆઈ રજામાં જતા ઈન્ચાર્જ તરીકે એલસીબીના પીઆઈ એસ. એન. ચુડાસમાને જવાબદારી સોંપાઈ છે. ગઈકાલે મહિલા આવી ગઈ હોઈ ઈન્ચાર્જ પીઆઈની સાથે સ્ટાફના માણસોએ રેડ કરવાનું નક્કી કર્યું અને પંચો બોલાવી માધાપર હાઈવે પર ભવાની હોટલ પાસે જતા મહિલા જોવા મળી હતી. જેને શંકા ન જાય તે રીતે કોર્ડન કરી પુછપરછ કરી મહિલા કોન્સ્ટેબલ દ્વારા ઝડતી કરવામાં આવતા તેની સાથે રહેલા પર્સમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. લેડીસ પર્સમાં સફેદ કલરની ત્રણ અલગ અલગ પ્લાસ્ટિકની જીપલોક વાળી થેલીમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. એફએસએલને બોલાવીને જેનું વજન કરતા કુલ્લ ૩૪.ર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂા. ૩,૪ર,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે સાથે મહિલા પાસેથી પાંચ હજારનો મોબાઈલ તેમજ રોકડા રૂા. ૧૮ર૦ મળી આવતા કબજે કરવામાં આવ્યા હતા. રાત્રે ભુજ શહેર મામલતદારને બોલાવીને પંચનામું કરવામાં આવ્યું હતું. આરોપી મહિલા સામે માધાપર પોલીસમાં ફરિયાદ આપીને આગળની તપાસ પીઆઈ વી. વી. ભોલાને સોંપાઈ છે. આ કામગીરીમાં એસઓજીના રઘુવીરસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહિલા કોન્સ્ટેબલ દયાબેન રાઠોડ, સેજલબેન બેગડીયા જોડાયા હતા.
કચ્છઉદયના અહેવાલનો ગુજરાત ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ત્વિરત પડઘો..: કચ્છ યુનિ.ની ભરતી પ્રક્રીયા પર બ્રેક..!
ઉમેદવારોમાં રોષ કરતા પણ આ ભરતી પ્રક્રીયા પાછળ જે ભ્રષ્ટ સિન્ડીકેટનો દોરીસંચાર હતો તેમાં હવે પડી ગયો છે ખરેખર સોપો : અંદાજીત રથી ૪ કરોડની રકમનો તોડ કરવા માટે તૈયાર બેઠેલા અમુક ભ્રષ્ટ તત્વોના મનસુબા પર હવે ફેરવાઈ ગયુ છે પાણી : ઉમેદવારોએ જો આ બાબતે કોઈને દોષિત ઠેરવવા જ હોય તો કચ્છ યુનિ.ના આંખે પાટ્ટા બાંધીને બેઠેલા સત્તાધીશોને જ ઠેરવવા જોઈએ અને તેની સામે જ હલ્લાબોલ કરવો જોઈએ..! : ગુજરાત રાજય ઉચ્ચ શિક્ષણ વિભાગની સમયસુચકતાને સલામ : કચ્છ યુનિ.ના ભ્રષ્ટતત્વોની બકરી હવે આવી ડબ્બામાં અને પુછડી રહી ગઈ બહાર…!
પીએચડીની પરીક્ષા બાદ હવે અધ્યાપક ભરતી પ્રકરણમાં પણ કચ્છ યુની.ના વીસી-રજીસ્ટ્રારએ કાચુ કાપ્યુ કે પછી આંખે પાટ્ટા બાંધીને આવા કૃત્યોને સતત ચાલવા દીધા..? : એબીવીપી, કચ્છના રાજકારણીઓએ પણ કચ્છ યુનિ.ના બની બેઠેલા ધૃતરાષ્ટ્ર સમાન સત્તાધીશોના કાન આમળે, તેમની ઘરની ધોરાજી હવે બંધ કરાવે, શિક્ષણ, વિદ્યાર્થીઓ, મહેકમના ભોગે, ભ્રષ્ટાચારની દુકાન ધમધમાવનારાઓ સામે કાર્યવાહી થવી જ ઘટે..!
તા.ક. : અધ્યાપક ભરતી કૌભાંડમાં કોની કોની સંડોવણી છે, કેટલાની રકમ શેના પેટે લેવાની હતી, ઉચ્ચ શિક્ષણ વિભાગના બે અધિકારી તથા રાજયપાલ હાઉસનાશ્રીના એક ઉચ્ચ અધિકારી)ની સાથે કચ્છ યુનિ.ના કયા બની બેઠેલા ભ્રષ્ટબાબુએ કર્યુ હતુ મોટુ સેટીગ તે સહિતનો અહેવાલ પણ લોકજાગૃતી અર્થે સિલસિલાવાર રીતે ટુંક જ સમયમાં ઉજાગર કરવામાં આવશે.
સારા નહીં પણ મારા..! કચ્છ યુનિ.માં વિવાદીત અધ્યાપક ભરતી પ્રક્રીયા પુનઃ શરૂ થતા અંગુલીનિર્દેશ, ૧૪ પૈકીની ૮ જગ્યામાં પ્રતિપેટે રપ લાખનું સેટીંગ, શું આ કથિત લેવડ-દેવડથી ભ્રષ્ટાચાર આચરીને યોજાતી ભરતી પ્રક્રીયા યોજાશે કે, ફરી અટકી જશે..? આવા સચોટ સવાલો સાથે સમગ્ર ભરતીમાં કયા દાળમાં કાળુ છે તેનો હજુ તો એક માત્ર સંકેતરૂપ કિસ્સો ટાંકીને વિગતવાર અહેવાલ કચ્છઉદયના પ્લેટફોર્મ પરથી જ તા૨૫-૩-૨૩ના રોજ પાના ન.આઠ પર રજુ કરતાની સાથે ગુજરાત રાજય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ અહવેાલની ગંભીરતાને ધ્યાને લઈ અને કચ્છ યુનિ.ના મુકપ્રેક્ષક સમાન બની ગયેલા વહીવટદારોને સ્પષ્ટ કડક આદેશ આપી અને રૂક જાવ, કહી આ ભરતી પ્રક્રીયા પર બ્રેક મારી દીધો છે. ખરેખર આ માટે રાજયન ાઉચ્ચ શિક્ષણ વિભાગને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.જો કે, ઉમેદવારો અને વિદ્યાર્થીઓની સાથે ખુદની ભ્રષ્ટ દુકાન ચલાવવા માટે ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા છે તેઓની સામે લાલઆંખ હવે થવી જ ઘટે..!
ભગવાન ઓધવરામ – વાલરામજીની કૃપા નિરંતર વરસતી રહે છે : પ.પૂ.હરિદાસજી મહારાજ
- જખૌમેં આનંદ ભયો ….. જય ઓધવરામજી ……
રામનવમી એવમ ઓધવરામજી મહારાજના ૧૩૪ મા પ્રાગટય મહોત્સવ સહ જખૌના ઓધવરામ મંદિરના ૪૭મા પાટોત્સવની ઉમંગભેર ઉજવણી
નલિયા : ભગવાન ઓધવરામ અને વાલરામજી મહારાજની કૃપા નિરંતર વરસતી રહે છે તેવું પ.પુ.હરિદાસજી મહારાજે જખૌ ખાતે આયોજીત રામનવમી એવમ ઓધવરામજી મહારાજના ૧૩૪મા પ્રાગટય મહોત્સવ સહ જખૌ ઓધવરામ મંદિરના ૪૭મા પાટોત્સવ નિમિત્તે આશિર્વચન આપતા જણાવ્યું હતું.પ.પુ.હરિદાસજી મહારાજે આશિર્વચન આપતા જણાવ્યું હતું કે જખૌની પાવન ધરા પર ભગવાન ઓધવરામજી મહારાજે પ્રકટ થઈ માત્ર ભાનુશાલી સમાજ નહીં સમગ્ર સમાજ માટે પરોપકારના કાર્યો કર્યા હતા.આજે પણ તેમના આશીર્વાદ વરસી રહ્યા છે.શતાબ્દી મહોત્સવ આવનાર સમયમાં ઉજવાશે તે નિમિત્તે ઉજવણી પહેલા થનારા ગૌ સેવા તથા પદયાત્રા સહિતના આયોજનની તેમણે જાહેરાત કરી હતી.મહોત્સવ અંતર્ગત પ્રથમ દિને સવારે પ્રાતઃ આરતી બાદ ઓધવરામ મંદિરે ધ્વજા પુજન – આરોહણ કરાયું હતું.બપોરે મહાપ્રસાદ બાદ સંધ્યાપાઠ પુ.રમામા – હરિદ્રાર, પુ.મૃદુલા મા – રતડીયા(ગણેશ), પુ.વસુમતીમા – અંજાર, ભક્તિમા તથા મીરામા દ્વારા યોજાયો હતો.પ.પુ.હરિદાસજી મહારાજ તથા માતાજીઓનું જખૌ મહાજન તથા ઉજવણી સમિતિ દ્વારા મોરારજીભાઈ મીઠીયા, નરેશભાઈ, બાબુભાઈ સહિતના વડીલોના હસ્તે સન્માન કરી વંદના કરાઈ હતી.૧૩૪મા મહોત્સવના મુખ્ય યજમાન માતૃશ્રી જયશ્રીબેન રમેશ કરમશી દામા પરિવાર હ.સુનિલ તથા પીયુષ રમેશ દામા, સહ મુખ્ય યજમાન શ્રીમાન સુરજી ભીમજી માવ પટેલ પરિવાર હ.તુલસીદાસ (ઓલુ પટેલ) સુરજી માવ, મહાપ્રસાદના યજમાન શ્રીમાન ત્રીકમજી રામજી ગજરા પરિવાર હ.માતૃશ્રી લીલાવંતીબેન હેમરાજ ત્રીકમજી ગજરા તથા સંજય, ભરત તથા ગૌતમ હેમરાજ ગજરા તથા મંદિર ધ્વજા આરોહણના યજમાન માતૃશ્રી ગંગાબાઈ ખીંયશી પારપ્યા માવ પરિવાર હ.ભાણજી, વેરશીં, લીલાધર, હિરજી તથા જેઠાલાલ ખીંયશી માવ હાલે વાપીનું સન્માન પુ.હરિદાસજી મહારાજના વરદ્દ હસ્તે કરાયું હતું.રાત્રે વસંત ભાનુશાલી, પ્રકાશ ગોહિલ, પિયુષ મીસ્ત્રી, સાહિત્યકાર શ્યામ ગઢવીની એચ.વી.સાઉન્ડના સથવારે સંતવાણી યોેજાઈ હતી.સંચાલન તુલસીદાસભાઈ દામાએ કર્યું હતું.દ્વિતિય દિવસે સવારે ઓધવ આશિષ રથ એવમ જ્ઞાતિ રેલીનું ભવ્ય સ્વાગત જખૌ ખાતે કરવામાં આવેલ હતું.જખૌ ઓધવરામજી મહારાજના મંદિરથી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભવ્ય શોભાયાત્રા પરત મંદિરે આગમન બાદ ભગવાન રામ તથા ભગવાન ઓધવરામજીનો પ્રાક્ટય મહોત્સવ ભક્તિભાવપુર્ણ રીતે ભાવિકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.સાંજે મહાઆરતીનું આયોજન કરાયું છે.આ પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી, આજીવન પ્રમુખ પ્રમુખ પ્રવિણચંદ્ર બાબુભાઈ પટેલ, પરેશભાઈ જોયસર, ગોવિંદ રવજી ભાનુશાલી, દિનેશ રામજી ચાંદ્રા, દિનેશ કરશનદાસ ચાંદ્રા, વસંત કરશનદાસ ચાંદ્રા, ધરમશીભાઈ માવ -જખૌ, વિનોદ દામા, બાબુભાઈ જોયસર, હેમરાજ ગજરા, કનૈયા શેઠ, કૌશિકભાઈ જોષી, શંકરભાઈ સહિત ભાનુશાલી સમાજના અગ્રણીઓ અને સમગ્ર ભારતભરમાંથી ઓધવપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.આયોજન શ્રી જખૌ ભાનુશાલી ચેરી.ટ્રસ્ટના પ્રમુખ તુલસીદાસ દામા, જખૌ ભાનુશાલી મહાજન પ્રમુખ રાજ દામા, ટ્રસ્ટી પ્રવિણભાઈ દામા, દેશ મહાજન, જખૌ ભાનુશાલી મિત્ર મંડળ – જામનગર, જખૌ ભાનુશાલી નવરાત્રી મિત્ર મંડળ, ઓધવ સેનાના કાર્યકરો દ્વારા કરાયું હતું.